૧૦ “ઇઝરાયેલીઓને કહે, ‘જે દેશ હું તમને વસવા માટે આપું છું, એ દેશમાં જ્યારે તમે પ્રવેશો અને તમારી ફસલ કાપો, ત્યારે તમારી ફસલના પ્રથમ ફળનો પૂળો+ તમે યાજક પાસે લઈ જાઓ.+
૮ વધુમાં, યહોવાએ હારુનને કહ્યું: “જે દાનો મને આપવામાં આવે છે,+ એનો અધિકાર હું તારા હાથમાં સોંપું છું. ઇઝરાયેલીઓ જે પવિત્ર વસ્તુઓ મને દાનમાં આપે છે, એમાંથી અમુક હિસ્સો હું તને અને તારા દીકરાઓને હંમેશ માટે આપું છું.+
૫ જેવો હુકમ બહાર પડ્યો કે તરત ઇઝરાયેલીઓએ પોતાની ઊપજની પ્રથમ પેદાશમાંથી* આ વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં આપી: અનાજ, નવો દ્રાક્ષદારૂ, તેલ,+ મધ અને જમીનની બધી ઊપજ.+ તેઓ દરેક ચીજવસ્તુઓનો દસમો ભાગ ઉદાર દિલથી લાવ્યા.+