૨૭ “પણ સાતમા મહિનાનો દસમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ+ છે. એ દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો. ૨૮ એ ખાસ દિવસે તમે કોઈ કામ ન કરો, કેમ કે એ પ્રાયશ્ચિત્તનો દિવસ છે.+ એ દિવસે તમે તમારા ઈશ્વર યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરો.