-
ગણના ૩૨:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ‘ઇજિપ્તમાંથી જેઓ નીકળી આવ્યા છે, તેઓમાંથી ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરનો કોઈ પણ માણસ એ દેશ જોવા પામશે નહિ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાછળ ચાલ્યા નથી. તેઓ એ દેશમાં નહિ જાય જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ૧૨ ફક્ત કનિઝ્ઝી યફૂન્નેહનો દીકરો કાલેબ+ અને નૂનનો દીકરો યહોશુઆ+ જ એ દેશમાં જશે, કેમ કે તેઓ યહોવા પાછળ પૂરા દિલથી ચાલ્યા છે.’+
-
-
પુનર્નિયમ ૧:૩૪-૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ “તમારી કચકચ સાંભળીને યહોવા ખૂબ ગુસ્સે ભરાયા અને તેમણે સમ ખાઈને કહ્યું,+ ૩૫ ‘મેં તમારા બાપદાદાઓને ઉત્તમ દેશ આપવાના સમ ખાધા હતા. પણ આ દુષ્ટ પેઢીનો એકેય માણસ એ દેશ જોશે નહિ.+ ૩૬ ફક્ત યફૂન્નેહનો દીકરો કાલેબ એ દેશમાં જશે. જે જમીન પર તેના પગ પડ્યા છે, એ હું તેને અને તેના દીકરાઓને આપીશ, કેમ કે તે પૂરા દિલથી* યહોવાની પાછળ ચાલ્યો છે.+ ૩૭ (તમારા લીધે યહોવા મારા પર પણ ગુસ્સે ભરાયા અને મને કહ્યું, “તું પણ એ દેશમાં નહિ જાય.+ ૩૮ નૂનનો દીકરો યહોશુઆ, જે તારો સેવક છે,*+ તે એ દેશમાં જશે.+ તેને હિંમત આપ,*+ કેમ કે તે ઇઝરાયેલીઓને દેશનો વારસો અપાવશે.”)
-