૨૩ યહોવા તમારા ઈશ્વર એ બધી પ્રજાઓને તમારા હાથમાં સોંપશે અને તેઓનો પૂરેપૂરો નાશ ન થાય ત્યાં સુધી તેઓને હરાવશે.+ ૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+