-
ગણના ૧૮:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ “લેવીના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરે છે, એના બદલામાં મેં તેઓને ઇઝરાયેલની દરેક વસ્તુનો દસમો ભાગ+ વારસા તરીકે આપ્યો છે.
-
-
નહેમ્યા ૧૦:૩૮, ૩૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ લેવીઓ દસમો ભાગ ભેગો કરે ત્યારે, યાજક એટલે કે હારુનનો દીકરો તેઓ સાથે રહે. લેવીઓ પોતાને મળેલા દસમા ભાગમાંથી દસમો ભાગ આપણા ઈશ્વરના મંદિરમાં,+ કોઠારના ઓરડાઓમાં* લાવે. ૩૯ કેમ કે એ ઓરડાઓમાં* ઇઝરાયેલીઓ અને લેવીઓના દીકરાઓ અનાજ, નવા દ્રાક્ષદારૂ અને તેલનું+ દાન લાવશે.+ એ ઓરડાઓમાં પવિત્ર જગ્યાનાં* વાસણો રાખવામાં આવે છે. સેવા આપતા યાજકો, દરવાનો અને ગાયકો પણ ત્યાં રહે છે. અમારા ઈશ્વરના મંદિરની સંભાળ રાખવામાં અમે ક્યારેય બેદરકાર નહિ બનીએ.+
-