-
પુનર્નિયમ ૭:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ “એવું ન હતું કે તમે બીજી પ્રજાઓ કરતાં સંખ્યામાં વધારે હતા એટલે યહોવાએ તમને પ્રેમ બતાવ્યો અને તમને પસંદ કર્યા.+ હકીકતમાં, તમે તો નાનામાં નાની પ્રજા હતા.+ ૮ પણ યહોવા તમને પ્રેમ કરતા હતા અને તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ નિભાવવા માંગતા હતા.+ એટલે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી તમને છોડાવ્યા. ઇજિપ્તના રાજા ફારુનના* પંજામાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા.+
-