૧૮ “‘હું તેઓનો પીછો કરીશ. હું તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાથી તેઓને સજા કરીશ. હું તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ હું તેઓને જે દેશોમાં વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓને જોઈને ચોંકી જશે, તેઓને શ્રાપ આપશે, તેઓની મજાક ઉડાવવા સીટી મારશે+ અને તેઓની નિંદા કરશે.