૧૬ તો હું તમને આ પ્રમાણે સજા કરીશ: હું તમારા પર મુસીબતો લાવીશ. હું તમારા પર ક્ષયરોગ* અને ધગધગતો તાવ લાવીશ. એના લીધે તમારી આંખો ઝાંખી થઈ જશે અને તમારું બળ ક્ષીણ થઈ જશે. તમે બી વાવશો, પણ એની ઊપજ તમારા દુશ્મનો ખાઈ જશે.+
૩૬ “‘જેઓ બચી જશે,+ તેઓનાં દિલમાં હું તેઓના દુશ્મનોનો ડર એટલો ભરી દઈશ કે એક પાંદડું હલવાના અવાજથી પણ તેઓ નાસી છૂટશે. જેમ કોઈ તલવારથી નાસતું હોય, એમ તેઓ નાસી જશે અને કોઈ પાછળ નહિ પડ્યું હોય, તોપણ તેઓ ગબડી પડશે.+