-
૧ શમુએલ ૨૫:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ માઓનમાં+ એક માણસ હતો, જેની મિલકત કાર્મેલમાં*+ હતી. તે બહુ ધનવાન હતો. તેની પાસે ૩,૦૦૦ ઘેટાં અને ૧,૦૦૦ બકરાં હતાં. તે કાર્મેલમાં પોતાનાં ઘેટાંનું ઊન કાતરતો હતો. ૩ તેનું નામ નાબાલ+ હતું અને તેની પત્નીનું નામ અબીગાઈલ.+ તે બહુ સમજુ અને સુંદર હતી. પણ તેનો પતિ કઠોર અને તોછડા સ્વભાવનો હતો.+ તે કાલેબના+ કુટુંબનો હતો.
-