૫૪ લેવીઓ આ જગ્યાઓમાં રહેતા હતા અને તેઓએ આ વિસ્તારમાં છાવણીઓ નાખી હતી: કહાથીઓના કુટુંબમાંથી હારુનના વંશજો માટે પહેલી ચિઠ્ઠી નીકળી. ૫૫ તેઓએ યહૂદામાં હેબ્રોન+ અને એની આસપાસનાં ગૌચરો આપ્યાં. ૫૬ પણ શહેરની જમીન અને એનાં ગામડાઓ યફૂન્નેહના દીકરા કાલેબને આપ્યાં.+