-
૧ શમુએલ ૧૩:૫, ૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ પલિસ્તીઓ પણ ઇઝરાયેલીઓ સામે લડવા ભેગા થયા. તેઓ પાસે યુદ્ધના ૩૦,૦૦૦ રથો, ૬,૦૦૦ ઘોડેસવારો અને સમુદ્રના કિનારાની રેતીની જેમ ગણ્યા ગણાય નહિ એટલા સૈનિકો હતા.+ તેઓએ જઈને બેથ-આવેનની+ પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી. ૬ ઇઝરાયેલી માણસોએ જોયું કે તેઓ પર ચારેય બાજુથી આફત આવી પડી છે ત્યારે, તેઓ ખૂબ ચિંતામાં ડૂબી ગયા. તેઓ ગુફાઓ, ખાડાઓ, ખડકો, ભોંયરાઓ અને કૂવાઓમાં છુપાઈ ગયા.+
-