૧૧ ચિઠ્ઠીઓ નાખવામાં આવી ત્યારે બિન્યામીનનું કુળ પસંદ થયું. તેઓનાં કુટુંબો પ્રમાણે મળેલો વિસ્તાર, યહૂદાના+ વિસ્તાર અને યૂસફના+ વિસ્તાર વચ્ચે હતો. ૧૨ તેઓની હદ ઉત્તર તરફ યર્દનથી શરૂ થઈને ઉત્તરે યરીખોના ઢોળાવ સુધી હતી.+ એ પશ્ચિમે પહાડ પર જતી હતી. એ બેથ-આવેનના વેરાન પ્રદેશ સુધી ફેલાયેલી હતી.+