૧૭ જે વસ્તુઓને વિનાશ માટે અલગ કરવામાં* આવી છે, એમાંથી તમે પોતાના માટે કશું ન લો,+ જેથી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ન ઊઠે, તે તમને દયા અને કરુણા બતાવે અને તમારી વસ્તી વધારે, જેમ તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+
૯ શાઉલ અને તેના માણસોએ અગાગને મારી નાખ્યો નહિ.* તેઓએ ઘેટાં-બકરાં, ઢોરઢાંક, તાજાં-માજાં પશુઓ અને જે કંઈ સારું હતું એ બધું રહેવાં દીધું.+ તેઓ એ બધાંનો નાશ કરવા ચાહતા ન હતા. પણ નકામી અને નાખી દેવાની દરેક ચીજવસ્તુઓનો તેઓએ વિનાશ કર્યો.