-
નિર્ગમન ૧૫:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પછી હારુનની બહેન મરિયમ, જે એક પ્રબોધિકા હતી, તેણે પોતાના હાથમાં ખંજરી લીધી. તેની જેમ બીજી સ્ત્રીઓ પણ ખંજરી વગાડતાં વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ગઈ. ૨૧ પુરુષોના ગીત પછી મરિયમે ગાયું:
“યહોવા માટે ગાઓ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+
તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.”+
-