૯ એ રોટલીઓ હારુન અને તેના દીકરાઓને મળે+ અને તેઓ એને પવિત્ર જગ્યામાં ખાય,+ કેમ કે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણોમાંથી એ ખૂબ પવિત્ર હિસ્સો છે, જે યાજકને મળે છે. એ નિયમ હંમેશ માટે છે.”
૩ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને તેઓએ અર્પણની રોટલી*+ ખાધી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.+