વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨૧:૧-૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ પછી દાઉદ નોબમાં+ અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખ ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવ્યો અને તેણે કહ્યું: “તું એકલો કેમ આવ્યો? તારી સાથે કેમ કોઈ નથી?”+ ૨ દાઉદે અહીમેલેખ યાજકને જવાબ આપ્યો કે “રાજાએ મને એક કામ સોંપ્યું છે. તેમણે સૂચના આપી છે: ‘તને જે કામ કરવા મોકલું છું અને તને જે માહિતી આપું છું, એની કોઈને ખબર પડે નહિ.’ હું એક જગ્યાએ મારા માણસોને મળવા જાઉં છું. ૩ જો તમારી પાસે પાંચ રોટલી કે કંઈક ખાવાનું હોય, તો મને આપો.” ૪ યાજકે દાઉદને કહ્યું: “મારી પાસે સાદી રોટલી નથી, પવિત્ર રોટલી જ છે.+ જો એ માણસોએ હાલમાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય, તો જ તેઓ ખાઈ શકે.”+ ૫ દાઉદે યાજકને જવાબ આપ્યો: “હા, અમે હાલમાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.+ અમે લડાઈમાં જઈએ ત્યારે પણ પવિત્ર રહીએ છીએ. તો પછી આજે તો એનાથી પણ વધારે પવિત્ર હોવા જોઈએ!” ૬ અર્પણની રોટલી* સિવાય બીજી કોઈ રોટલી ન હોવાથી, યાજકે તેને પવિત્ર રોટલી આપી.+ એ જ દિવસે યહોવા આગળ તાજી રોટલી મૂકવામાં આવી હતી અને અગાઉની રોટલી લઈ લેવામાં આવી હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો