-
૧ કાળવૃત્તાંત ૧૭:૧૬-૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એ સાંભળીને દાઉદ રાજા યહોવાની આગળ આવીને બેઠો અને બોલ્યો: “હે યહોવા ઈશ્વર, હું કોણ અને મારું ઘર કોણ કે તમે મને અહીં સુધી લઈ આવ્યા છો?+ ૧૭ હે ઈશ્વર, એટલું જ નહિ, તમે મને એ પણ જણાવ્યું કે તમારા સેવકનું ઘર લાંબા સમય સુધી ટકશે.+ હે યહોવા ઈશ્વર, તમારી કેટલી મહેરબાની કે તમે મને હજુ વધારે મોટો* બનાવો છો. ૧૮ તમે આપેલા માન વિશે તમારો સેવક દાઉદ તમને બીજું શું કહે? તમે તમારા સેવકને સારી રીતે જાણો છો.+ ૧૯ હે યહોવા, તમારા સેવકને લીધે અને તમારા દિલની ઇચ્છાને લીધે, તમે આ મોટાં મોટાં કામો કર્યાં છે. તમે બતાવી આપ્યું છે કે તમે કેટલા મહાન છો!+ ૨૦ હે યહોવા, અમે જે જે સાંભળ્યું છે, એ સાબિતી આપે છે કે તમારા જેવું કોઈ જ નથી+ અને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+ ૨૧ ધરતી પર તમારા ઇઝરાયેલી લોકો જેવા શું કોઈ બીજા લોકો છે?+ હે સાચા ઈશ્વર, તમે પોતે જઈને તેઓને છોડાવ્યા અને પોતાના લોકો બનાવ્યા.+ તમે મોટા મોટા ચમત્કારો કરીને તમારું નામ મોટું મનાવ્યું.+ તમે તેઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યા. તમારા લોકો આગળથી તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી.+ ૨૨ તમે ઇઝરાયેલીઓને હંમેશ માટે તમારા લોકો તરીકે અપનાવી લીધા.+ હે યહોવા, તમે તેઓના ઈશ્વર બન્યા.+
-