-
૨ શમુએલ ૧૯:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ પણ દાઉદે કહ્યું: “સરૂયાના દીકરાઓ,+ મારે ને તમારે શું લેવાદેવા? તમે મારી ઇચ્છા વિરુદ્ધ કેમ જવા માંગો છો? ઇઝરાયેલમાં શું આજે કોઈને મારી નાખવો જોઈએ? શું હું આજે ફરીથી ઇઝરાયેલનો રાજા બન્યો નથી?”
-
-
૧ રાજાઓ ૨:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ “તું એ પણ સારી રીતે જાણે છે કે સરૂયાના દીકરા યોઆબે મારી સાથે શું કર્યું હતું. તેણે ઇઝરાયેલી સૈન્યના બે સેનાપતિઓ સાથે જે કર્યું એ પણ તું જાણે છે. લડાઈ ચાલતી ન હોવા છતાં, તેણે નેરના દીકરા આબ્નેરને+ અને યેથેરના દીકરા અમાસાને+ મારી નાખ્યા. તેણે શાંતિના સમયે નિર્દોષ લોહી વહેવડાવીને+ પોતાનાં કમરપટ્ટા અને જોડાને કલંક લગાડ્યું.
-