૩સુલેમાને ઇજિપ્તના* રાજા ફારુનની* દીકરી સાથે લગ્ન કરીને ફારુન સાથે કરાર કર્યો.+ તે તેને દાઉદનગરમાં+ લઈ આવ્યો. સુલેમાને પોતાનો મહેલ,+ યહોવાનું મંદિર+ તથા યરૂશાલેમ ફરતે કોટ+ બાંધી ન લીધો ત્યાં સુધી તેને દાઉદનગરમાં જ રાખી.
૮ સુલેમાનનો મહેલ ન્યાયખંડની પાછળ બીજા આંગણામાં+ હતો. એની કારીગરી ન્યાયખંડ જેવી હતી. સુલેમાને પોતાની પત્ની, એટલે કે ઇજિપ્તના રાજાની દીકરી માટે પણ મહેલ બાંધ્યો.+ એની કારીગરી પણ ન્યાયખંડ જેવી હતી.
૧૧ સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરીને+ દાઉદનગરમાંથી પોતાના મહેલમાં લઈ આવ્યો, જે સુલેમાને તેના માટે બાંધ્યો હતો.+ તેણે વિચાર્યું: “ભલે તે મારી પત્ની છે, પણ તે ઇઝરાયેલના રાજા દાઉદના મહેલમાં નહિ રહે. એ જગ્યા પવિત્ર છે, ત્યાં યહોવાનો કરારકોશ આવ્યો છે.”+