-
પુનર્નિયમ ૧૭:૧૮-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ તે રાજગાદી પર બેસીને રાજ કરવા લાગે ત્યારે, તે લેવી યાજકો પાસેથી નિયમનું પુસ્તક લે અને પોતાના પુસ્તકમાં* એની નકલ ઉતારે.+
૧૯ “એ પુસ્તક તે પોતાની પાસે રાખે અને જીવે ત્યાં સુધી દરરોજ એમાંથી વાંચે,+ જેથી તે પોતાના ઈશ્વર યહોવાનો ડર રાખતા શીખે, એમાં આપેલા બધા નિયમો અને કાયદા-કાનૂનનું પાલન કરે અને એને અમલમાં મૂકે.+ ૨૦ જો તે એમ કરશે, તો બીજા ઇઝરાયેલી ભાઈઓ કરતાં તે પોતાને ચઢિયાતો નહિ ગણે અને ઈશ્વરની આજ્ઞાઓથી ડાબે કે જમણે ભટકી નહિ જાય. આમ, તે અને તેના દીકરાઓ ઇઝરાયેલ પર લાંબા સમય સુધી રાજ કરશે.
-