૮ પછી તે બેથેલની+ પૂર્વ તરફ આવેલા પહાડી વિસ્તારમાં ગયો અને ત્યાં તંબુ નાખ્યો. એની પશ્ચિમમાં બેથેલ અને પૂર્વમાં આય+ હતું. એ જગ્યાએ તેણે યહોવા માટે એક વેદી બાંધી+ અને યહોવાના નામની સ્તુતિ કરી.+ ૯ પછી ઇબ્રામે તંબુ ઉઠાવીને બીજી જગ્યાએ પડાવ નાખ્યો. તેણે પડાવ નાખતાં નાખતાં નેગેબ+ તરફ મુસાફરી કરી.