-
ગીતશાસ્ત્ર ૬૫:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તમે પૃથ્વીની સંભાળ લો છો.
તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.+
તમારી* પાસેથી વહેતું ઝરણું પાણીથી ભરપૂર છે.
તમે ધરતીને એ રીતે બનાવી છે,
જેથી લોકોને અનાજ મળી રહે.+
૧૦ તમે એના ચાસને પાણીથી તરબોળ કરો છો, એની ખેડેલી જમીનને* સપાટ કરો છો.
વરસાદનાં ઝાપટાંથી એને નરમ કરો છો, એના અંકુરને આશીર્વાદ આપો છો.+
-
-
યર્મિયા ૧૪:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ શું પ્રજાઓની નકામી મૂર્તિઓ વરસાદ લાવી શકે?
શું આકાશ પોતાની મેળે વરસાદ વરસાવી શકે?
હે અમારા ઈશ્વર યહોવા, ફક્ત તમે જ એ કરી શકો છો!+
અમે તમારા પર આશા રાખીએ છીએ,
કેમ કે તમે એકલા જ એ બધું કરી શકો છો!
-