૩૧ તે નબાટના દીકરા યરોબઆમના પાપી માર્ગે ચાલ્યો.+ એ જાણે ઓછું હોય તેમ, તેણે સિદોનીઓના+ રાજા એથબઆલની દીકરી ઇઝેબેલ+ સાથે લગ્ન કર્યા. તે બઆલને* નમન કરીને તેની ભક્તિ કરવા લાગ્યો.+
૨૦ “‘પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તું એ સ્ત્રી ઇઝેબેલને+ ચલાવી લે છે, જે પોતાને પ્રબોધિકા ગણાવે છે. તે મારા ભક્તોને વ્યભિચાર* કરવાનું+ અને મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાવાનું શીખવે છે. તે તેઓને ભમાવે છે.