૧આ આમોસનો* સંદેશો છે. તે તકોઆ+ નગરનો ઘેટાંપાળક હતો. તેને દર્શનમાં ઇઝરાયેલ વિશે સંદેશો મળ્યો. ધરતીકંપના+ બે વર્ષ પહેલાં તેને એ સંદેશો મળ્યો. એ દિવસોમાં યહૂદા પર રાજા ઉઝ્ઝિયા+ રાજ કરતો હતો અને ઇઝરાયેલ પર યોઆશનો+ દીકરો રાજા યરોબઆમ+ રાજ કરતો હતો.
૧૦ બેથેલના યાજક* અમાઝ્યાએ+ ઇઝરાયેલના રાજા યરોબઆમને+ આ સંદેશો મોકલ્યો: “આમોસ ઇઝરાયેલમાં જ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે.+ લોકો હવે તેના શબ્દો સહી શકતા નથી.+