-
૨ રાજાઓ ૧૯:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને અને યાજકોના વડીલોને આમોઝના દીકરા યશાયા પ્રબોધક+ પાસે મોકલ્યા. તેઓ કંતાન પહેરીને તેની પાસે ગયા.
-
-
યશાયા ૨૨:૨૦-૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ “‘એ દિવસે હું મારા સેવક એલ્યાકીમને+ બોલાવીશ, જે હિલ્કિયાનો દીકરો છે. ૨૧ હું તારો ઝભ્ભો તેને પહેરાવીશ અને તારો કમરપટ્ટો તેની કમરે બાંધીશ.+ હું તારી સત્તા તેના હાથમાં સોંપીશ. તે યરૂશાલેમના લોકોનો અને યહૂદાના લોકોનો પિતા બનશે. ૨૨ હું દાઉદના ઘરની ચાવી+ તેના ખભા પર મૂકીશ. તે જે ખોલશે એ કોઈ બંધ નહિ કરે. તે જે બંધ કરશે એ કોઈ નહિ ખોલે. ૨૩ હું તેને* મજબૂત જગ્યાએ ખીલાની જેમ બેસાડીશ. તે પોતાના પિતાના કુટુંબ માટે ભવ્ય આસન બનશે. ૨૪ જેમ નાનાં વાસણો, પ્યાલા અને મોટા કુંજા ખીલા પર ટાંગવામાં આવે, તેમ તેનાં વંશજો અને બાળકો તેના પર આધાર રાખશે. તેમ જ તેના પિતાના ઘરનું ગૌરવ તેના પર આધાર રાખશે.’
-