૪ હું યરૂશાલેમના સર્વ રહેવાસીઓ વિરુદ્ધ
અને યહૂદા વિરુદ્ધ મારો હાથ ઉગામીશ.
હું આ જગ્યાએથી બઆલની એકેએક નિશાની મિટાવી દઈશ.+
હું જૂઠા દેવોના યાજકોની સાથે સાથે બીજા યાજકોનું પણ નામ ભૂંસી નાખીશ.+
૫ જેઓ ધાબા પર જઈને આકાશના સૈન્ય આગળ નમે છે,+
જેઓ યહોવાને નમન કરે છે અને તેમને વફાદાર રહેવાના સમ ખાય છે,+
સાથે સાથે માલ્કામને પણ વફાદાર રહેવાના સમ ખાય છે,+
એ સર્વને હું જડમૂળથી ઉખેડી નાખીશ.