-
ગીતશાસ્ત્ર ૪૦:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તમારી સચ્ચાઈ હું મારા દિલમાં સંતાડી રાખતો નથી.
તમારી વફાદારી વિશે અને તમે કરેલા ઉદ્ધાર વિશે હું જાહેર કરું છું.
તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય હું મોટા મંડળથી છુપાવતો નથી.”+
-
-
ગીતશાસ્ત્ર ૯૬:૧-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
આખી પૃથ્વી યહોવા આગળ ગીત ગાઓ!+
૨ યહોવાનાં ગીત ગાઓ. તેમના નામની સ્તુતિ કરો.
તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર દરરોજ જાહેર કરો.+
૪ યહોવા જ મહાન છે અને તે જ સ્તુતિને યોગ્ય છે.
બીજા બધા દેવો કરતાં તે વધારે ભય અને માનને યોગ્ય* છે.
૫ લોકોના બધા દેવો નકામા છે.+
પણ યહોવા તો આકાશોના સર્જનહાર છે.+
૬ તેમની હજૂરમાં માન-મહિમા* અને ગૌરવ છે.+
તેમના મંદિરમાં તાકાત અને સુંદરતા છે.+
-