-
૧ કાળવૃત્તાંત ૧૬:૪-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ તેણે અમુક લેવીઓને યહોવાના કરારકોશ આગળ સેવા કરવા પસંદ કર્યા,+ જેથી તેઓ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને મહિમા આપે,* તેમનો આભાર માને અને તેમની સ્તુતિ કરે. ૫ આસાફ+ મુખી હતો અને તેના પછી ઝખાર્યા હતો. યેઈએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલ+ તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતા હતા.+ આસાફ ઝાંઝ વગાડતો હતો.+ ૬ બનાયા અને યાહઝીએલ યાજકો સાચા ઈશ્વરના કરારકોશ આગળ સતત રણશિંગડાં વગાડતા હતા.
-