૮ દાઉદ અને બધા ઇઝરાયેલીઓ સાચા ઈશ્વર આગળ પૂરા દિલથી ખુશી મનાવતા હતા. તેઓ વીણા, તારવાળાં વાજિંત્રો, ખંજરી,+ ઝાંઝ+ અને રણશિંગડાં*+ વગાડતાં વગાડતાં નાચતાં-ગાતાં હતા.
૫ આસાફ+ મુખી હતો અને તેના પછી ઝખાર્યા હતો. યેઈએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલ+ તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતા હતા.+ આસાફ ઝાંઝ વગાડતો હતો.+