-
૧ કાળવૃત્તાંત ૨૫:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ પછી દાઉદે અને મંદિરમાં સેવા આપતા મુખીઓએ આસાફ, હેમાન અને યદૂથૂનના+ અમુક દીકરાઓને અલગ કર્યા. તેઓએ વીણા, તારવાળાં વાજિંત્રો+ અને ઝાંઝ+ વગાડીને ભવિષ્યવાણી કરવાની હતી. એ સેવા માટે પસંદ કરેલા માણસોની યાદી આ હતી: ૨ આસાફના દીકરાઓ ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશારએલાહ. આસાફના દીકરાઓ તેના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. રાજાની સૂચના પ્રમાણે આસાફ ભવિષ્યવાણી જણાવતો હતો.
-