પહેલો કાળવૃત્તાંત
૨૫ પછી દાઉદે અને મંદિરમાં સેવા આપતા મુખીઓએ આસાફ, હેમાન અને યદૂથૂનના+ અમુક દીકરાઓને અલગ કર્યા. તેઓએ વીણા, તારવાળાં વાજિંત્રો+ અને ઝાંઝ+ વગાડીને ભવિષ્યવાણી કરવાની હતી. એ સેવા માટે પસંદ કરેલા માણસોની યાદી આ હતી: ૨ આસાફના દીકરાઓ ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશારએલાહ. આસાફના દીકરાઓ તેના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. રાજાની સૂચના પ્રમાણે આસાફ ભવિષ્યવાણી જણાવતો હતો. ૩ યદૂથૂનના+ છ દીકરાઓ ગદાલ્યા, સરી, યેશાયાહ, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા હતા.+ તેઓ પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. યદૂથૂન વીણા વગાડીને ભવિષ્યવાણી કરતો, યહોવાનો આભાર માનતો અને તેમની સ્તુતિ કરતો હતો.+ ૪ હેમાનના+ દીકરાઓ બુક્કીયા, માત્તાન્યા, ઉઝ્ઝિએલ, શબુએલ,* યરીમોથ, હનાન્યા, હનાની, એલીયાથાહ, ગિદ્દાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશાહ, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ હતા. ૫ એ બધા હેમાનના દીકરાઓ હતા. રાજા માટે હેમાન દર્શન જોનાર હતો. તે સાચા ઈશ્વરના સંદેશા જણાવતો અને ઈશ્વરને મહિમા આપતો. એટલે સાચા ઈશ્વરે હેમાનને ૧૪ દીકરાઓ અને ૩ દીકરીઓ આપ્યાં હતાં. ૬ તેઓ બધા પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે યહોવાના મંદિરમાં ગીતો ગાતા હતા. તેઓ ઝાંઝ, તારવાળાં વાજિંત્રો અને વીણા+ વગાડીને સાચા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા હતા.
આસાફ, યદૂથૂન અને હેમાન તો રાજાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા.
૭ તેઓ અને તેઓના ભાઈઓની સંખ્યા ૨૮૮ હતી. તેઓને યહોવા માટે ગીતો ગાવાની તાલીમ મળી હતી અને બધા એમાં કુશળ હતા. ૮ ભલે નાના હોય કે મોટા, કુશળ હોય કે શિખાઉ, તેઓએ પોતાની ફરજ બજાવવા ચિઠ્ઠીઓ નાખી.+
૯ પહેલી ચિઠ્ઠી આસાફના દીકરા યૂસફની+ નીકળી. બીજી ગદાલ્યાની+ નીકળી (તે, તેના ભાઈઓ અને તેના દીકરાઓ મળીને ૧૨ હતા); ૧૦ ત્રીજી ઝાક્કૂર,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૧ ચોથી યિસ્રી, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૨ પાંચમી નથાન્યા,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૩ છઠ્ઠી બુક્કીયા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૪ સાતમી યશારએલાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૫ આઠમી યેશાયાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૬ નવમી માત્તાન્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૭ દસમી શિમઈ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૮ અગિયારમી અઝારએલ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૯ બારમી હશાબ્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૦ તેરમી શુબાએલ,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૧ ચૌદમી માત્તિથ્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૨ પંદરમી યરેમોથ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૩ સોળમી હનાન્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૪ સત્તરમી યોશ્બકાશાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૫ અઢારમી હનાની, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૬ ઓગણીસમી માલ્લોથી, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૭ વીસમી એલીયાથાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૮ એકવીસમી હોથીર, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૯ બાવીસમી ગિદ્દાલ્તી,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૩૦ ત્રેવીસમી માહઝીઓથ,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૩૧ ચોવીસમી રોમામ્તી-એઝેર,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા.