૨ યહોવાના હુકમથી તેણે મોટા અવાજે વેદીને કહ્યું: “વેદી રે વેદી! યહોવા આમ કહે છે, ‘જુઓ, દાઉદના વંશમાં એક દીકરાનો જન્મ થશે, જેનું નામ યોશિયા+ હશે. હમણાં તો ભક્તિ-સ્થળોના યાજકો તારા પર આગમાં બલિદાનો ચઢાવે છે. પણ આવનાર દીકરો તારા પર એ યાજકોનાં બલિદાન ચઢાવશે અને માણસોનાં હાડકાં બાળશે.’”+