-
૨ રાજાઓ ૧૪:૧૭-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા+ યહોઆશના+ મરણ પછી, યહૂદાનો રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા+ ૧૫ વર્ષ જીવ્યો. ૧૮ અમાઝ્યાનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. ૧૯ યરૂશાલેમમાં અમાઝ્યા વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું.+ એટલે તે લાખીશ શહેર ભાગી ગયો. તેઓએ ત્યાં પણ તેની પાછળ માણસો મોકલ્યા અને તેને મારી નાખ્યો. ૨૦ તેઓ તેને ઘોડા પર નાખીને યરૂશાલેમ લઈ આવ્યા અને તેને તેના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+
-