૪ હિઝકિયા એવો રાજા હતો, જેણે ભક્તિ-સ્થળો કાઢી નાખ્યાં,+ ભક્તિ-સ્તંભો તોડી પાડ્યા અને ભક્તિ-થાંભલો કાપી નાખ્યો.+ અરે, મૂસાએ બનાવેલા તાંબાના સાપનો પણ ભાંગીને ભૂકો કરી નાખ્યો,+ જે તાંબાના સાપની મૂર્તિ કહેવાતો. ઇઝરાયેલના લોકો એ સમય સુધી એની આગળ આગમાં બલિદાનો ચઢાવતા હતા.