૧૧ ઇઝરાયેલે કહ્યું: “જો બીજો કોઈ રસ્તો જ ન હોય, તો પછી જાઓ. પણ એ માણસ માટે પોતાની ગૂણમાં ભેટ-સોગાદો લઈ જજો.+ આ દેશની ઉત્તમ વસ્તુઓ, એટલે કે, સુગંધી દ્રવ્ય,+ મધ, ખુશબોદાર ગુંદર, ઝાડની સુગંધિત છાલ*+ અને બદામ-પિસ્તાં તેને ભેટમાં આપજો.
૨ તે ઠાઠમાઠથી પોતાના નોકર-ચાકર સાથે યરૂશાલેમ આવી પહોંચી. તેની સાથે ઊંટો પણ હતાં, જેના પર સુગંધી તેલ,*+ પુષ્કળ સોનું અને કીમતી રત્નો લાદેલાં હતાં.+ તે સુલેમાન પાસે આવી અને પોતાના મનમાં જે કંઈ હતું એ બધું પૂછ્યું.
૧૩ હિઝકિયાએ તેના માણસોનો આવકાર કર્યો* અને તેઓને પોતાનો આખો ભંડાર બતાવી દીધો.+ તેણે સોનું-ચાંદી, સુગંધી તેલ,* મૂલ્યવાન તેલ, હથિયારોનો ભંડાર અને પોતાના ભંડારોમાં જે કંઈ હતું એ બધું જ બતાવી દીધું. હિઝકિયાના મહેલમાં અને તેના આખા રાજમાં એવું કંઈ ન હતું, જે બતાવવાનું તેણે બાકી રાખ્યું હોય.