૧૦ ભાઈઓ, દુઃખો સહેવામાં+ અને ધીરજ ધરવામાં+ પ્રબોધકોના દાખલાને અનુસરો, જેઓ યહોવાના નામે બોલ્યા હતા.+ ૧૧ જુઓ! સતાવણીમાં જેઓ ધીરજ ધરે છે, તેઓને આપણે સુખી કહીએ છીએ.+ અયૂબે જે સહન કર્યું+ એ તમે સાંભળ્યું છે અને યહોવાએ તેમને જે બદલો આપ્યો+ એ પણ તમે જાણો છો. યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.+