-
૨ રાજાઓ ૨૨:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ૧૯ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે કહ્યું હતું કે તેઓની દશા જોઈને લોકો થથરી જશે અને શ્રાપ આપશે. એ સાંભળીને યહોવા આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો.+ તેં તારાં કપડાં ફાડ્યાં+ અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે, એવું યહોવા કહે છે.
-
-
લૂક ૧૮:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ પણ કર ઉઘરાવનાર દૂર ઊભો હતો. તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો. તે છાતી કૂટીને કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા* કરો.’+ ૧૪ હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે નેક સાબિત થઈને પોતાના ઘરે ગયો.+ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+
-