૯ તમારા લોકોનો ન્યાય કરવા અને ભલા-ભૂંડા વચ્ચેનો ફરક પારખવા+ તમારા આ સેવકને એવું હૃદય આપો,+ જે હંમેશાં તમારી આજ્ઞાઓ પાળે. નહિ તો તમારા આ અસંખ્ય* લોકોનો ન્યાય કોણ કરી શકે?”
૨૮ રાજાએ આપેલા ન્યાયચુકાદા વિશે આખા ઇઝરાયેલે સાંભળ્યું. જ્યારે તેઓએ જોયું કે ઇન્સાફ કરવા ઈશ્વરે રાજાને બુદ્ધિ આપી છે,+ ત્યારે તેઓનાં મનમાં રાજા માટે આદરભાવ જાગ્યો.*+