૯ યહૂદામાં હિઝકિયા રાજાના શાસનનું ચોથું વર્ષ ચાલતું હતું. ઇઝરાયેલમાં એલાહના દીકરા હોશીઆ+ રાજાના શાસનનું સાતમું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરૂન પર ચઢાઈ કરી અને ઘેરો નાખવાનું શરૂ કર્યું.+
૨૪યહોયાકીમના દિવસોમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે+ તેના ઉપર ચઢાઈ કરી. યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો પોકાર્યો.
૨૫સિદકિયા રાજાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનાના દસમા દિવસે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો.+ તેણે એની સામે છાવણી નાખી અને એને ઘેરી લેવા શહેર ફરતે દીવાલ ઊભી કરી.+
૩૨હિઝકિયા વફાદાર રહ્યો અને તેણે એ બધાં કામો કર્યાં.+ એ પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદા પર હુમલો કર્યો. તેણે કોટવાળાં શહેરો ઘેરી લીધાં. તેનો ઇરાદો શહેરોમાં ઘૂસીને તેઓને જીતી લેવાનો હતો.+
૩૯યહૂદાના રાજા સિદકિયાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનામાં બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો અને એને ઘેરી લીધું.+