૨૨ મારા ઈશ્વરે દૂત મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં+ અને સિંહોએ મને કંઈ ઈજા કરી નથી.+ કેમ કે મારા ઈશ્વરની નજરમાં હું નિર્દોષ છું અને મારા માલિક, મેં તમારું પણ કંઈ ખોટું કર્યું નથી.”
૧૧ જે થયું હતું એનો ખ્યાલ આવ્યો ત્યારે પિતરે કહ્યું: “હવે હું ચોક્કસ જાણું છું કે યહોવાએ* પોતાનો દૂત મોકલીને મને હેરોદના હાથમાંથી બચાવ્યો છે. યહૂદીઓ આશા રાખતા હતા કે મારી સાથે કંઈક ખરાબ થાય, પણ ઈશ્વરે મને એ બધામાંથી પણ બચાવ્યો છે.”+