-
એસ્તેર ૯:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ અગાગી+ હામ્મદાથાના દીકરા અને યહૂદીઓના દુશ્મન હામાને+ યહૂદીઓનો નાશ કરવા કાવતરું ઘડ્યું હતું.+ તેણે તેઓને ડરાવવા અને તેઓનો વિનાશ કરવા પૂર,+ એટલે કે, ચિઠ્ઠી* નાખી હતી. ૨૫ પણ એસ્તેર જ્યારે રાજાની હજૂરમાં ગઈ, ત્યારે રાજાએ આ લેખિત હુકમ બહાર પાડ્યો:+ “યહૂદીઓ વિરુદ્ધ હામાને ઘડેલું કાવતરું+ તેના પોતાના માથે આવે.” તેઓએ તેને અને તેના દીકરાઓને થાંભલા પર લટકાવી દીધા.+
-