૧૧ તેમણે તેને કહ્યું: “તેં પોતાના માટે લાંબું આયુષ્ય કે ધનદોલત કે દુશ્મનોનાં મોત માંગ્યાં નથી, પણ લોકોનો ન્યાય કરવા સમજણ માંગી છે.+ ૧૨ તેં જે માંગ્યું છે એ હું આપીશ.+ હું તને બુદ્ધિ અને સમજણથી ભરપૂર હૃદય આપીશ.+ આજ સુધી તારા જેવું કોઈ થયું નથી અને ભાવિમાં ક્યારેય થશે પણ નહિ.+