નીતિવચનો ૧૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ખરું માર્ગદર્શન* ન હોય તો લોકોએ ઘણું ભોગવવું પડે છે,પણ ઘણા સલાહકાર હોય તો સફળતા* મળે છે.+ નીતિવચનો ૧૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ અભિમાનથી ઝઘડા ઊભા થાય છે,+પણ બીજાની સલાહ લેનાર* પાસે બુદ્ધિ હોય છે.+ નીતિવચનો ૧૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ સલાહ લીધા વગરની* યોજનાઓ નિષ્ફળ જાય છે,પણ ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.+ પ્રેરિતોનાં કાર્યો ૧૫:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ અમુક શિષ્યો જેઓ અગાઉ ફરોશી પંથના હતા, તેઓ પોતાની જગ્યાથી ઊભા થયા અને કહેવા લાગ્યા: “તેઓની સુન્નત થવી જરૂરી છે અને તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ.”+ ૬ એ મુદ્દાની ચર્ચા કરવા પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા.
૫ પણ અમુક શિષ્યો જેઓ અગાઉ ફરોશી પંથના હતા, તેઓ પોતાની જગ્યાથી ઊભા થયા અને કહેવા લાગ્યા: “તેઓની સુન્નત થવી જરૂરી છે અને તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ.”+ ૬ એ મુદ્દાની ચર્ચા કરવા પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા.