-
માથ્થી ૨૧:૨૩-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. મુખ્ય યાજકો અને લોકોના વડીલો તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”+ ૨૪ ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને એક વાત પૂછું છું. જો તમે મને જવાબ આપો, તો હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું: ૨૫ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ કોના તરફથી હતું? ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી?” તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે આપણને કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’+
-