-
પુનર્નિયમ ૧૭:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ એ કિસ્સામાં યહોવા તમારા ઈશ્વર જેને પસંદ કરે, તેને જ તમારો રાજા બનાવો.+ તમે તમારા ભાઈઓમાંથી જ કોઈને રાજા તરીકે પસંદ કરો. તમારો ભાઈ ન હોય એવા પરદેશીને રાજા બનાવવાની તમને મનાઈ છે.
-
-
૧ રાજાઓ ૧૧:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ રાજા સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરી+ ઉપરાંત ઘણી પરદેશી સ્ત્રીઓના+ પ્રેમમાં પડ્યો હતો. તે મોઆબી,+ આમ્મોની,+ અદોમી, સિદોની+ અને હિત્તી+ સ્ત્રીઓના પ્રેમમાં હતો. ૨ તેઓ એ પ્રજાઓમાંથી હતી, જેઓના વિશે યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: “તમારે તેઓ સાથે હળવું-મળવું નહિ* અને તેઓ તમારી સાથે હળે-મળે નહિ, કેમ કે તેઓ ચોક્કસ તમારું દિલ પોતાના દેવો તરફ વાળી દેશે.”+ તોપણ સુલેમાન તેઓના પ્રેમમાં ડૂબેલો રહ્યો. ૩ તેને ૭૦૦ પત્નીઓ હતી, જેઓ રાજવંશની હતી અને ૩૦૦ ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓ ધીરે ધીરે તેનું દિલ ઈશ્વરથી દૂર લઈ ગઈ.*
-