૫ તારી નજર+ મારા પરથી હટાવી લે,
કેમ કે એ મને બેચેન કરી દે છે.
તારા કેશ ગિલયાદના ઢોળાવો પરથી ઊતરતાં+
બકરીઓનાં ટોળાં જેવા છે.
૬ તારા દાંત એ ઘેટાઓ જેવા ઊજળા છે,
જેઓને હમણાં જ નવડાવીને બહાર લાવવામાં આવ્યાં છે.
એ બધા હારબંધ છે અને દરેકનો જોડીદાર છે,
એમાંથી એકેય ઓછો થયો નથી.
૭ ઘૂંઘટમાંથી તારા ગાલ
દાડમની ફાડની જેમ ચમકે છે.