૨૪ જે ઈશ્વરે દુનિયા અને એમાંની બધી વસ્તુઓ રચી છે, એ તો સ્વર્ગ અને પૃથ્વીના માલિક છે,+ તે હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી.+ ૨૫ જાણે તેમને કશાકની જરૂર હોય એમ તેમને માણસોના હાથની સેવાની જરૂર નથી,+ કેમ કે તે પોતે બધા મનુષ્યોને જીવન, શ્વાસ અને બધી ચીજવસ્તુઓ આપે છે.+