૩ તે જ સાચા ઈશ્વર* છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે રહે અને તે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં પાછો જાય. તેમના લોકો ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર ફરીથી બાંધે, જે યરૂશાલેમમાં હતું.*
૧૨ એ દિવસે પ્રજાઓ માટે તે એક નિશાની* ઊભી કરશે અને ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરશે.+ તે યહૂદાના વેરવિખેર થયેલા લોકોને ધરતીના ચારે ખૂણેથી ભેગા કરશે.+