૯ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયેલના ઈશ્વર જાહેર કરે છે,
“હું મારા સમ ખાઈને કહું છું,
મોઆબ સદોમ જેવું બનશે+
અને આમ્મોન ગમોરાહ જેવું બનશે,+
તેઓનો વિસ્તાર કુવેચ અને મીઠાનો પ્રદેશ બનશે, એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે.+
મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટી લેશે,
મારી પ્રજાના બચી ગયેલા લોકો તેઓને હાંકી કાઢશે.