-
૨ રાજાઓ ૧૮:૨૮-૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ રાબશાકેહ મોટા અવાજે યહૂદીઓની ભાષામાં કહેવા લાગ્યો: “આશ્શૂરના રાજાધિરાજની વાત સાંભળો.+ ૨૯ રાજા કહે છે, ‘હિઝકિયાની વાતમાં આવીને ભરમાઈ ન જતા. તે તમને મારા પંજામાંથી છોડાવી શકે એમ નથી.+ ૩૦ હિઝકિયાની વાત માનીને યહોવામાં ભરોસો ન મૂકતા કે “યહોવા ચોક્કસ આપણને બચાવશે. તે આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં જવા દેશે નહિ.”+ ૩૧ હિઝકિયાનું સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરના રાજાનું કહેવું છે: “મારી સાથે સુલેહ કરો અને મારે શરણે થાઓ. એમ કરશો તો તમે તમારા પોતાના દ્રાક્ષાવેલા અને પોતાની અંજીરીનું ફળ ખાશો. તમે પોતાના કૂવાનું પાણી પીશો. ૩૨ પછી હું આવીને તમને એ દેશમાં લઈ જઈશ, જે તમારા દેશ જેવો છે.+ એ દેશમાં અનાજ, નવો દ્રાક્ષદારૂ, રોટલી, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનનાં વૃક્ષો અને મધ છે. ત્યાં તમે માર્યા જશો નહિ ને જીવતા રહેશો. હિઝકિયાનું સાંભળશો નહિ, કેમ કે તે તમને આમ કહીને ભરમાવે છે: ‘યહોવા આપણને બચાવશે.’ ૩૩ શું કોઈ પણ પ્રજાઓના દેવો પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવી શક્યા છે? ૩૪ હમાથ+ અને આર્પાદના દેવો ક્યાં ગયા? સફાર્વાઈમ,+ હેના અને ઇવ્વાહના દેવો ક્યાં ગયા? શું તેઓ સમરૂનને મારા હાથમાંથી બચાવી શક્યા છે?+ ૩૫ બધા દેવોમાં એવો કોણ છે, જેણે પોતાના દેશને મારા હાથમાંથી બચાવ્યો છે? તો પછી યહોવા કઈ રીતે મારા હાથમાંથી યરૂશાલેમને બચાવશે?”’”+
-